પગ તળે
ભલેને ગૂંદાય ગાર,
ચાકળે
ચડીને ઘડાય છે મારો ઘાટ.
ટપ-ટપ ટીપલાથી ટીપે છે મને,
નીંભાડા મા ધખતા તાપે તપવે છે મને.
મુખ નાનુ, પેટ મોટુ આકાર છે મારો,
નાની હું મટકી, માખણ મહીં ચીટકી.
કનૈયાની રંગે, રાધાની સંગે લટકી,
ગરબો કોરાવી બહેનો લઇ માથે ગૂમતી.
પાણીડા ભરી બહેનો પાણીયારે મૂકતી,
આવ્યો ઉનાળો તરસ બહુ લાગતી.
શીતળ છાયે મને પરબમાં રાખતી,
તરસ છિપાવતી હું પાણીની મટકી.
દિલ મહીં ટાઢક કરતી હું પાણીની મટકી,
નનામી નીકળી ત્યાં "દોણી" બની મટકી.
હે... માનવ અંતે તે મને સ્મશાને પટકી.
- કિરણભાઈ
આર. પંચાલ
"આકાશ"
No comments:
Post a Comment