Wednesday, January 1, 2014

લોકો


પત્થર ને ઈશ્વર માને છે લોકો.

જીવતા માણસ ને ઠોકર મારે છે લોકો.


મૃતકો ની કબરો પર બાળી "ઘી" ના દીવા,


મુફલીસો ને ભૂખે મારે છે લોકો.


જગત ના સ્વાર્થ વિશે હુ શુ કહુ,


મળે ખરીદદાર તો લાશ વેચે છે લોકો.


એ તો ઇશ્વર ની ગરજ છે એટલે જ,


બાકી કોઇને ક્યા નમે છે લોકો.


સારૂ છે! એતો લગામ છે એના હાથમા,


બાકી એનેય પછાળે એવા છે લોકો.



  - કિરણભાઈ આર. પંચાલ​
"આકાશ"      

Monday, December 23, 2013

ફૂલ કહે...

ફૂલ કહે... ભાઇ રહેવા દો મને. 

ભમરાઓ ગૂંજન કરે મારા આનને.

કાંટાઓ મહી હું ખુશ છુ આજે.

ખૂશ્બુભરી લહેજત માણી લેજો તમે.

કોઇ ને ક્યાં નડુ છુ મારા સ્થાને.

ન ચૂંટશો મને નીજ સ્વાથૅ ખાતે.

ન માની વાત આખરે માન​વીએ.

છતા...ફૂલ કહે...સાંભળો મારી વાતને.

હર પ્રસંગે કામ આવુ છુ બધાને.

ન ધરશો મને પાખંડીઓ ને પૂજ​વા.

સંતોષ છે મને, ધરો છો દેવ ચરણે.

જીવન મારું સાર્થક બને દેવ શરણે.

  - કિરણભાઈ આર. પંચાલ​
"આકાશ"      


Friday, November 29, 2013

મટકી...


પગ તળે ભલેને ગૂંદાય ગાર, 

ચાકળે ચડીને ઘડાય છે મારો ઘાટ​.

ટપ​-ટપ ટીપલાથી ટીપે છે મને,

નીંભાડા મા ધખતા તાપે તપવે છે મને.

મુખ‌‌‌‌‌‌‌‌‌ નાનુ, પેટ મોટુ આકાર છે મારો,

નાની હું મટકી, માખણ મહીં ચીટકી.

કનૈયાની રંગે, રાધાની સંગે લટકી,

ગરબો કોરાવી બહેનો લઇ માથે ગૂમતી.

પાણીડા ભરી બહેનો પાણીયારે મૂકતી,

આવ્યો ઉનાળો તરસ બહુ લાગતી.

શીતળ છાયે મને પરબમાં રાખતી,

તરસ છિપાવતી હું પાણીની મટકી.

દિલ મહીં ટાઢક કરતી હું પાણીની મટકી,

નનામી નીકળી ત્યાં "દોણી" બની મટકી.

હે... માન​વ અંતે તે મને સ્મશાને પટકી.

                                                - કિરણભાઈ આર. પંચાલ​
"આકાશ"      


Sunday, November 24, 2013

દિલ પૂછે છે મારું....

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,

દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં જ ઉજવાય છે.

આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,

લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,

પત્નીનો ફોન ૨ 
મિનીટ માં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે.

ફોન બુક ભરી છે મિત્રોથી, પણ કોઈ નાય ઘેર ક્યાં જવાય છે,

હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?

કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,

થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.

કોઈક ને સામે રૂપિયા, તો કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું આને જ જિંદગી કહેવાય છે...?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ..?

બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,

આવનારી પેઢી 
પુછ સે, સંસ્કૃતિ કોને કહેવાય છે...?

એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે,

ચાલો જલદી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ..?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે....

Tuesday, June 12, 2012

નિબંધ : "જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો ?"


એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ 

લખીને મને આપો. નિબંધનો વિષય છે — 

"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો?"


બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો  ઘેર તપાસવા લઇ 

ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા 

રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું, "કેમ શું થયું? કેમ રડો છો?" શિક્ષિકાએ કહ્યું, "હું મારા વિદ્યાર્થીઓનાં 

નિબંધો તપાસું છું". તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી 

જુઓ". તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું —


"હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.

હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.

જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.

અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન 

ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.

જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી 

મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને

અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.

હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય 

ફાળવે. અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું

મનોરંજન કરી શકું.”


હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની 

આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,

"હે ભગવાન.....!!! બિચારું બાળક.....!!! કેવા ભયાનક માતા-પિતા છે.....!!!"


શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, "આ નિબંધ 

આપણા દીકરાએ લખેલો છે."


Monday, June 11, 2012

કોઇની પણ વાતમાં પડતો નથી ...!!!

કોઇની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.

ઠેસ પહોંચે કોઇના સન્માનને, મનસૂબા એવા ‘મિલન’ ઘડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી.


એક બચપન કા જમાના થા


એક બચપન કા જમાના થા, ખુશીયો કા ખઝાના  થા.
ચાહત  ચાંદ કો  પાને કી, દિલ તિતલી કા દિવાના થા.
ખબર ના થી સુબહ  કી, ના  શામ  કા  ઠીકાના  થા.
થક - હાર  કે  આના  સ્કૂલ  સે, પર  ખેલને  ભી  જાના  થા.
બારીશ  મેં  કાગઝ  કી  કશ્તી  થી, હર  મોઉસમ  સુહાના  થા.
હર  ખેલ  મેં  સાથી  થે, હર  રિશ્તા  નિભાના  થા.
ગમ  કી  જુબાન  ના  હોતી  થી, ના  જખ્મો  કા પૈમાના થા.
રોને  કી  વજહ  ના  થી, ના  હસને  કા  બહાના  થા.
યે  કહાં આ  ગયે ???
વો  બચપણ  હી  સુહાના  થા.