પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,
ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે
પ્રેમ...!
આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,
પણ ભર તોફાને હાથ આપે તે પ્રેમ...!
લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો
વિશ્વાસ ?
જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે
પ્રેમ...!
વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,
જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ...!
આંખોને જળ તો ઘણાં આપી જાય,
જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ...!
જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,
પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ...!
સપનાને સંજોગતા તો રાત વીતી જાય,
પણ સપનાંના સાકારની સવાર આપે તે
પ્રેમ...!
એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ
તારે,
જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે
પ્રેમ...!
એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,
પણ જે શબ્દોમાં પણ ના સમાય તે
પ્રેમ...!
પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના
જીવવું હવે કેમ ?
કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને
મુજમાં વસે છે પ્રેમ...!
-કેરોલીન ક્રિશ્ચિયન
No comments:
Post a Comment